Vidhva Sahay Yojana | ગંગા સ્વરૂપા યોજના | વિધવા સહાય યોજના

Vidhva Sahay Yojana ગંગા સ્વરૂપા યોજના : ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલા ને આર્થિક સહાય માટે ગંગા સ્વરૂપા યોજના વર્ષ 1979 થી ચલાવવામાં આવે છે આ યોજના મારફતે વિધવા મહિલા ને આર્થિક સહાય આપવામાં આવે છે યોજના નો મુખ્ય હેતું વિવધવા મહિલાઓ નું આર્થિક સ્વાલંબન છે.

Vidhva Sahay Yojana
Vidhva Sahay Yojana

ગુજરાત સરકારદ્વારા વિવિધ ક્ષેત્ર માં ખૂબ સારી યોજના ઓ ચલાવવામાં આવે છે જેમ કે મજૂર વર્ગ માટે E Shram Card Gujarat દિકરિયો માટે Vahali Dikari Yojana દીકરી ના લગ્ન માટે kuvarbai nu Mameru Yojana 2024 ધંધાકીય સહાય માટે માનવ ગરિમા યોજના 2023 વગેરે યોજના અને બીજી ઘણી બધી યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આજે અહી આપણે Vidhva Sahay Yojana ગંગા સ્વરૂપા યોજના વિશે વાત કરવાની છે અરજી કેવી રીતે કરવી કેવી રીતે યોજના માટે ફોર્મ ફોર્મ ભરવું વગેરે માહિતી. 

Vidhva Sahay Yojana | ગંગા સ્વરૂપા યોજના | વિધવા સહાય યોજના 

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના Women And Child Development Department (WCD) દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) કરવામાં આવ્યું છે

Under the Vidhva Sahay Yojana, eligible widows receive a fixed amount of financial assistance every month, allowing them to meet their basic needs and ensuring a certain level of financial stability. This initiative is a commendable effort by the government to address the socio-economic challenges faced by widows, who often find themselves vulnerable and marginalized.

ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના નો લાભ કોને મળવા પાત્ર

વિધવા મહિલા ( 18 વર્ષ કે તેથી વધારે વર્ષ ની વિધવા મહિલા ) 21 વર્ષ થી મોટો પુત્ર હોય તો આ યોજના નો લાભ મળવા પાત્ર ના હતો જે જોગવાઈ હટાવી દેવાઈ છે. એટલે દરેક વિધવા મહિલા આ યોજના માં ફોર્મ ભરી સકે છે અને આર્થિક સહાય મેળવી શકે છે, વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્‍દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્‍દિરા ગાંધી નેશનલ વિ‍ડો પેન્શન સ્કીમ” ચલાવવામાં આવે છે.

Vidhva Sahay Yojana માટે ની પાત્રતા 

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.   

  • ગુજરાતના મુળના નાગરિક હોય એમને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ વિધવા લાભાર્થીઓને મળશે.
  • ગ્રામ વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,20,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારોના અરજદારોની કુટુંબની આવક વાર્ષિક આવક 1,50,000/- કરતાં વધુ ન હોવી જોઈએ.
  • 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા સહાય લાભ મળવાપાત્ર થશે.

વિધવા સહાય યોજના માટે જરૂરી ડોકયુમેંટ Documents required to fill the form

દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા જરૂરી આધાર પુરાવા નક્કી કરવામાં આવ્યા છે. એવી રીતે Vidhva Sahay Yojana યોજના નો લાભ લેવા માટે અરજદાર પાસે જરૂરી આધાર પુરાવાની લિસ્ટ નીચે આપવામાં આવેલ છે.

  • 1.વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
  • 2. આધારકાર્ડ
  • 3. રેશનકાર્ડની નકલ
  • 4. આવક અંગેનો દાખલો
  • 5. વિધવા હોવા અંગેનો દાખલો
  • 6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
  • 7. અરજદારની ઉંમર અંગેના પુરાવા
  • 8. બેંક ખાતાની નકલ

દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા જરૂરી આધાર પુરાવા નક્કી કરવામાં આવ્યા છે. જે તમને ઉપર આપવામાં આવ્યા છે. યોજના માટે તમારી પાસે ઉપર આપેલ ડોકયુમેંટ હોવા જરૂરી છે.

આ પણ વાંચો :-

ગુજરાત Vidhva Sahay Yojana માટે ઓનલાઇન અરજી (Application Procedure)

વિધવા સહાય યોજના માટે Online અરજી કરવામાટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી વિધવા સહાય યોજના ફોર્મનું ભરવા બાબતે નાગરિકોના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. પ્રિય વાંચકો, Vidhwa Pension Scheme નું ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. વિધવા લાભાર્થી જો ગ્રામ વિસ્તારના હોય તો તેમને ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તાલુકાના અરજદાર હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી કરવાની રહેશે. જેની વધુ માહિતી નીચે મુજબ છે.

  • વિધવા લાભાર્થીઓ સૌપ્રથમ તમામ ડોક્યુમેન્‍ટ ભેગા કરવાના રહેશે.
  • તમામ ડોક્યુમેન્‍ટ એકઠા કર્યા બાદ ગ્રામ પંચાયતના લાભાર્થી હોય તો VCE પાસે જવાનું રહેશે.
  • અને જો તાલુકા/નગરપાલિકા વિસ્તારના લાભાર્થી હોય તો મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી જવાનું રહેશે.
  • VCE અથવા મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર તમને vidhva sahay yojana gujarat form pdf આપશે.
  • જેમાં અરજદારે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે. જેની સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.
  • વિગતો ભર્યા બાદ તલાટીશ્રીના સહી-સિક્કા કરીને ખરાઈ કરવાની રહેશે.
  • ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી કરશે.
  • ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજદારને એક પાવતી આપવામાં આવશે.
  • વિધવા લાભાર્થીની ઓનલાઈન અરજી કન્‍‍ફર્મ થઈ જશે.
  • છેલ્લે, લાભાર્થીઓ પોતાનો અરજી ક્રમાંક NSAP Portal પર ઓનલાઈન ચેક કરી શકશે.

conclusion

મિત્રો આ પોસ્ટ ની અંદર આપણે Vidhva Sahay Yojana ગંગા સ્વરૂપા યોજના વિશે તમામ માહિતી મેળવી જો તમારા મનમાં કોઈ અન્ય સવાલ હોય તો તમે નીચે કમેંટ કરી શકો છો. આવી અન્ય સરકારી યોજના માટે જોડાયેલ રહો અમારા બ્લોગ સાથે અમે આવી મહતી દર રોજ share કરતાં રહીએ શીએ. 

સરકારી યોજના :-

Leave a Comment