E Shram Card Gujarat, ઈ-શ્રમ કાર્ડ ફાયદા, રજીસ્ટ્રેશન, Download કેવી રીતે કરવું

E Shram Card Gujarat નમસ્કાર મિત્રો આજે આપણે post માં ઈ-શ્રમ કાર્ડ વિશે માહિતી મેળવવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ એક લોકતાંત્રિક દેશ છે આપણા દેશમાં વિવિધ ધંધા યોજના અને રોજગારી પૂરી પાડવા માટે લોકો વિવિધ કાર્યો કરતા હોય છે તેમના માટે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ પણ બહાર પાડવામાં આવે છે અહીં આપણે E Shram Card જે લોકો શ્રમિકો છે તેમના માટે ગુજરાત અને ભારત સરકારે એક અલગ યોજના તરીકે તેમને ઈ-શ્રમ કાર્ડ આપવાની એક પહેલ ચાલુ કરેલી છે.

E-shram card gujarat
E-shram card gujarat

ઈ-શ્રમ કાર્ડ: પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન એ વૃદ્ધાવસ્થાના રક્ષણ અને અસંગઠિત કામદારોની સામાજિક સુરક્ષા માટે બનેલી સરકારી યોજના છે. પહેલા આ કાર્ડ લેબર કાર્ડ તરીકે ઓળખાતું હતું. આ યોજના ખાતરીપૂર્વક રૂ. 60 વર્ષની ઉંમરે અસંગઠિત કામદારોને 3000/- માસિક પેન્શન. આ લેખ ઇ શ્રમ કાર્ડ નોંધણી, સ્થિતિ તપાસ, ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ વિગતોની ચર્ચા કરશે.

E Shram Card, ઈ-શ્રમ કાર્ડ ફાયદા, રજીસ્ટ્રેશન, Download કેવી રીતે કરવું

અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓને ઇ-શ્રમિક કાર્ડ અથવા ઇ-શ્રમ કાર્ડ માટે અરજી કરવાની તક મળે છે. આ પ્રોગ્રામ આ ક્ષેત્રના કામદારોને વિવિધ લાભો પ્રદાન કરે છે, જેમ કે 60 વર્ષની વયે પહોંચ્યા પછી પેન્શન લાભો, મૃત્યુ વીમા કવરેજ, અસમર્થતાના કિસ્સામાં નાણાકીય સહાય અને વધુ. ઈ-શ્રમ કાર્ડનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે અસંગઠિત કામદારોને પર્યાપ્ત સુરક્ષા અને સામાજિક સુરક્ષાનાં પગલાં મળે.

E-Shram Card Overview:

યોજના નું નામ e  Shram Card
સંસ્થાનું નામ શ્રમ અને રોજગાર મંત્રાલય
રજૂ કરનાર ભારત સરકાર
શરૂઆતની તારીખ Aug-21
લાભાર્થીઓ અસંગઠિત ક્ષેત્રના કામદારો
પેન્શનના લાભો Rs. 3000 /- per Month
વીમાના લાભો રૂ.નો મૃત્યુ વીમો. 2 લાખ. રૂ. આંશિક વિકલાંગતા માટે 1 લાખ
ઉંમર મર્યાદા 16 – 69 years
હેલ્પલાઇન નંબર 14434
સત્તાવાર વેબસાઇટ https://eshram.gov.in/

ઉપર મુજબ ઈ-શ્રમ કાર્ડ વિશે માહિતી આપવામાં આવેલ છે સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. ઈ-શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું પોતાની રીતે ઓનલાઇન કાર્ડ કેવી રીતે કઢાવવું તેની આ કાર્ડ ના ફાયદા વગેરે માહિતી તમને નીચે આપવામાં આવેલ છે. 

ઈ-શ્રમ કાર્ડના ફાયદા Benefits

ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. જે વ્યક્તિ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેવા દરેક કામદાર ને ઈ-શ્રમ કાર્ડ  ના નીચે બુજબ ના ફાયદા સરકાર દ્વારા આપવામાં આવે છે અહી ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા આપવામાં આવ્યા છે.

  • 60 વર્ષ પછી દર મહિને રૂ.3000/- નું પેન્શન.
  • રૂ.2 લાખ અને નાણાકીય સહાય નો મૃત્યુ વીમો.  રૂ. 1 લાખ કામદારની આંશિક વિકલાંગતાના કિસ્સામાં
  • જો ઈ-શ્રમ કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રમાં કામદાર (લાભાર્થી) કોઈ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામે છે, તો જીવનસાથીને તમામ લાભો મળશે.
  • લાભાર્થીઓને 12-અંકનો UAN નંબર પ્રાપ્ત થશે જે સમગ્ર ભારતમાં માન્ય છે. 
  • વધુ નોકરી ની તક

આમ ઉપર મુજબ ના તમામ ફાયદા એક ઈ-શ્રમ કાર્ડ ધારક ને મળવા પાત્ર છે, અન્ય તમામ માહિતી જેવી કે ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટર કેવી રીતે કરવું કાર્ડ ઓનલાઇન કેવી રીતે મેળવવું તેવી તમામ માહિતી આગળ આપવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

Documents Required Of e-Shram card ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજો

ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે મુખ્ય કયા દસ્તાવજ ની જરૂર પડે છે તેની તમામ માહિતી અહી આપવામાં આવેલ છે. જો તમે પણ ઈ-શ્રમ કાર્ડ બનાવવા માંગતા હોવ તો તમારી પાસે પણ નીચેના દસ્તાવેજો હોવા ખૂબ જરૂરી છે.

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • રેશન કાર્ડ
  • વીજળી બિલ
  • મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક કરેલ હોવા જોઈએ 

ઉપર આપેલ તમામ ડોકયુમેંટ તમારી પાસે હોવા જરૂરી છે અને તમારા આધાર નંબર સાથે તમારો મોબાઈલ નંબર link હોવો ખૂબ જરૂરી છે. હવે આપણે E Shram Card Online કેવી રીતે કઢાવવું તેની તમામ જાણકારી મેળવવાના શીએ. 

E Shram Card Online મેળવવા માટે કોઈ અરજી ફી કેટલી છે 

ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે કોઈ અરજી ફી રાખવામાં આવેલ નથી તમે બિલકુલ ફ્રી માં ઈ-શ્રમ કાર્ડ કઢાવી શકો છે. તમામ મજૂર વર્ગ ના લોકો આ યોજના નો લાભ ફ્રી માં મેળવી શકે છે. 

આ કાર્ડ કોણ કાઢવી શકે

  • ઉંમર 16-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ
  • આવકવેરો ભરનાર ન હોવો જોઈએ
  • અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ

Who can apply online for e Shram card – e-Shram card apply online

જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે તેઓ ઇ-શ્રમ પોર્ટલ માટે અરજી કરવા પાત્ર છે. નીચેના વિભાગમાંથી સેક્ટર/કેટેગરીની વિગતો તપાસો.

  • નાના અને સીમાંત ખેડૂતો
  • ખેત મજૂરો
  • શાકભાજી અને ફળ વિક્રેતાઓ
  • સ્થળાંતર કામદારો
  • શેરક્રોપર્સ ઈંટ ભઠ્ઠાના કામદારો
  • માછીમાર સો-મિલના કામદારો
  • પશુપાલન કામદારો
  • બીડલ રોલિંગ
  • લેબલીંગ અને પેકિંગ
  • CSC 
  • સુથાર રેશમ ખેતી કામદારો
  • મીઠું કામદારો
  • ટેનરી કામદારો
  • મકાન અને બાંધકામ કામદારો
  • લેધરવર્કર્સ
  • દાયણો
  • ઘરેલું કામદારો
  • વાળંદ
  • અખબાર વિક્રેતાઓ
  • રિક્ષાચાલકો
  • ઓટો ડ્રાઈવરો
  • રેશમ ખેતી કામદારો
  • હાઉસ મેઇડ્સ
  • સ્ટ્રીટ વેન્ડર્સ
  • આશા વર્કર

ઉપર આપેલ તમામ વર્ગમાં કામ કરતાં લોકો આ યોજના હેઠળ ફોર્મ ભરી પોતાનું શ્રમ કાર્ડ કઢાવી શકે છે. Online અરજી કરવાની પ્રક્રીયા આપણે નીચે જોવાની છે. જો તમે પણ આ કાર્ડ કાઢવવા માંગતા હોવ તો નીછે ફોર્મ ભરવાની તમામ માહિતી આપવામાં આવેલ છે

ઇ શ્રમ કાર્ડ Online Apply – ઇ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

Steps 1 :

ઈ શ્રમકાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે, પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે https://register.eshram.gov.in બાજુની લીંક પર ક્લિક કરો. નીચે ના ફોટો પ્રમાણે તમારી સામે વેબસાઇટ ખુલશે.

E Shram Card Gujarat

REGISTER on eShram ઉપર ક્લિક કરો એટલે નીચે મુજબ ફોર્મ ખુલશે 

E Shram Card Gujarat

આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે.  આ OTP દાખલ કર્યા પછી, તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે.

STEP 4: આ નવા પેજમાં, આધાર કાર્ડ નંબર દાખલ કરવું પડશે, તે પછી નીચે આપેલ OTP પસંદ કરો અને કેપ્ચા કોડ યોગ્ય રીતે ભરો.

 તે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે

આવી રીતે તમે E Shram Card Gujarat માટે પોતાની જાતે ઓનલાઇન અરજી કરી શકો છો. જો તમને રજીસ્ટર કરવામાં કોઈ તકલીફ આવતી હોય તો તમે નીચે comment box માં જણાવી શકો છો. વધુ માહિતી માટે તમે અમારી website સાથે જોડાયેલ રહી શકો છો. જો તમારે આવક નો દાખલો કઢાવવાનો બાકી હોય તો click here

સરકારી યોજના :-

Last Word 

આવી રીતે તમે e shram card online apply કરી શકો અને e shram card benefits લઈ શકો છો. જો તમને ઈ-શમ કાર્ડ ની બાબતે કોઈપણ પ્રકારાની હેલ્પ ની જરૂર હોય તો તેમનો હેલ્પ લાઈન નંબર – 14434 પર કોલ કરી માહિતી મેળવી શકો અને વધુ માહિતી માટે ઓફીસીયલ વેબસાઈટ ની મુલાકાત પણ લઈ શકો છો, ધન્યવાદ.

Notice : અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. Hello Readers, Talatimantri.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites.

Leave a Comment