મિશન ચંદ્રયાન 3 જમીન થી લઈને ચંદ્ર સુધીની સફર કેવી રીતે કરશે ISRO

મિશન ચંદ્રયાન 3 જમીન થી લઈને ચંદ્ર સુધીની સફર કેવી રીતે કરશે ISRO આજે 14 જુલાઈ, 2023ના દિવસે ભારતનું મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 સફળતા પૂર્વક લોન્ચ થયું છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરમાંથી આ ચંદ્રયાન બપોરે 2.30 કલાકે લોન્ચ થયું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે.

<yoastmark class=

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણની ગણતરી કરી રહ્યું છે, જે આજે બપોરે 2.35 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.

શું છે? મિશન ચંદ્રયાન 3 જમીન થી લઈને ચંદ્ર સુધીની સફર કેવી રીતે કરશે

Chandrayaan 3 : ભારતનું ત્રીજુ મૂન મિશન ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચ થયું છે. તેને બપોરે 2.35 મિનિટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી છોડવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચથી તૈયાર થયેલા આ મિશન લગભગ 50 દિવસની યાત્રા કરીને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પાસે લેન્ડ કરશે. ચંદ્રયાન-3ને મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામા આવ્યો છે.

LVM MK-3 લોન્ચર રોકેટ વિશે માહિતી 

LVM3 એ ISROનું નવું હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ છે જે ખર્ચ અસરકારક રીતે GTO (જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ) પર 4000 કિલોગ્રામ સ્પેસક્રાફ્ટ લોન્ચિંગ ક્ષમતા હાંસલ કરે છે. ચંદ્રયાન – 2 વખતે પણ આજ રોકેટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પ્રોજેક્ટનો કુલ વિકાસ ખર્ચ ₹2,962.78 કરોડ હતો (2023માં ₹45 બિલિયન અથવા US$560 મિલિયનની સમકક્ષ) જૂન 2018 માં, કેન્દ્રીય કેબિનેટે પાંચ વર્ષના સમયગાળામાં 10 LVM3 રોકેટ બનાવવા માટે ₹4,338 કરોડ (₹58 બિલિયન અથવા 2023 માં US$720 મિલિયનની સમકક્ષ) મંજૂર કર્યા હતા.

"</p

LVM3 એ CARE, ભારતના સ્પેસ કેપ્સ્યુલ પુનઃપ્રાપ્તિ પ્રયોગ મોડ્યુલ, ચંદ્રયાન-2, ભારતનું બીજું ચંદ્ર મિશન લોન્ચ કર્યું હતું અને તેનો ઉપયોગ ભારતીય હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ હેઠળના પ્રથમ ક્રૂ મિશન ગગનયાનને વહન કરવા માટે કરવામાં આવશે.

ક્યારે પહોંચશે ચંદ્ર પર મિશન ચંદ્રયાન – 3 

14 જુલાઈ, 2023ના દિવસે 2:45 મિનિટે ચંદ્રયાન 3 ને ચંદ્ર તરફ રવાના કરવામાં આવ્યું છે. લગભગ 50 દિવસ ના લાંબા સફર બાદ chandrayaan-3 ચંદ્રમા ઉપર Soft Landing કરશે. હાલ આ યાન પૃથ્વી ની કક્ષા સફર રીતે સ્થાપિત થઈ ગયેલ છે 5-7 ઓગસ્ટ વચ્ચે ચંદ્રયાન ચંદ્રમાની કક્ષા માં પ્રવેશ કરશે. એટલ કે 45-50 દિવસ જેટલો સમય લાગશે.

ચંદ્રયાન-3નો હેતુ શું છે ?

ઈસરોના વૈજ્ઞાનિકો વિશ્વને જણાવવા માંગે છે કે, ભારત અન્ય ગ્રહ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. તમે ત્યાં તમારું રોવર ચલાવી શકો છો. ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવા માટે.

નિષ્કર્ષ :- 

chandrayaan-3 એ ભારત માટે ખૂબ મહત્વ નું મિશન છે. આ મિશન દ્વારા ISRO ચંદ્રમા ઉપર નવી માહિતી મળવવા અને ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવા માટે chandrayaan-3 ખૂબ મહત્વ નું મિશન બની ગયેળ છે. 

કયું રોકેટ ચંદ્રયાનને વહન કરશે ?

ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ISRO LVM mk -3 લોન્ચર એટલે કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે

લેન્ડર-રોવર કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે ?

14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થયા પછી, ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે

વિશ્વના કેટલા દેશોએ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે ?

આ પહેલા દુનિયાના ચાર દેશો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરી ચૂક્યા છે

Leave a Comment